RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

શૂન્યમાંથી સર્જન-ભેંસનો તબેલો (પ્રેરણાનાં પુષ્પો)


શરૂઆતમાં એક ભેંસ અને હાલ  ૬૦ ભેંસનો તબેલો
 (૨૮,માર્ચ,૨૦૧૨)
   સુરત જિલ્લાથી ૩૩ કિ.મીના અંતરે આવેલા વડોલી ગામના અજીતસિંહ મોતીસિંહ દોડિયા પશુપાલનના વ્યવસાયમાં ખોટ જાય છે તેવું કહેનારાને ચેલેન્જ આપતાં કહે છે કે, ૧૯૯૦માં મારી પાસે માત્ર એક જ ભેંસ હતી.
      ૧૯૯૨માં દસ ભેંસ લીધી, તેમાંથી મહેનત કરી આગળ વધતાં વધતાં આજે ૬૦ ભેંસોનો તબેલો ધરાવું છું. દરરોજ ૩૫૦ થી ૪૦૦ લીટર દૂધ વેચાણ સાથે મહિને દહાડે દસ હજાર લીટર દૂધમાંથી સાડા ત્રણથી ચાર લાખની આવક મેળવું છું. આ દૂધના વ્યવસાય થકી ૩૮ વીઘા જમીન ખરીદી અને કિમમાં નવ રો-હાઉસ ખરીદ્યા છે. એટલે કે એક સામાન્ય માણસ પાસે અત્યારે અંદાજીત બે કરોડની મિલકત છે, જે પશુપાલનના વ્યવસાયને આભારી છે. તેમ અભિમાનપૂર્વક અજિતસિંહ કહે છે.
       તેમણે કહ્યું કે, આ વ્યવસાયમાં મહિલાઓની ભૂમિકા અગત્યની છે. આ કાર્યમાં પણ તેમની પત્ની કુસુમબેનનો ખૂબ જ મોટો ફાળો છે. નાના બાળકોની સારસંભાળની જેમ આ અબોલ પશુધનની સંભાળ લેવી પડે. આંચળ અને બાવળાનો સોજો આ ધંધા માટે પડકારરૂપ ગણાય છે. પણ એની માવજત અને પશુ આરોગ્ય વિભાગ દ્વારા રેગ્યુલર લેવામાં આવતી વિઝીટ ઉપરાંત પશુઆરોગ્ય મેળામાં મળતું માર્ગદર્શન અને આગોતરી આપવામાં આવતી રસીને કારણે અમને ખૂબજ રાહત રહે છે.
    આમ એક સામાન્ય જીવન ગુજારતા અજીતસિંહ વર્ષે દહાડે ૪૮ લાખની વાર્ષિક આવક સાથે સુખરૂપ જિંદગી ગુજારે છે. ગામડાઓમાં ખેતી કરતા ખેડૂતો પણ જો પશુપાલન વ્યવસાયને પૂરક રોજી તરીકે અપનાવે તો કંઇ ગુમાવવા જેવું તો નથી જ. સુરત જિલ્લાથી ૩૩ કિ.મીના અંતરે આવેલા વડોલી ગામના અજીતસિંહ મોતીસિંહ દોડિયા પશુપાલનના વ્યવસાયમાં ખોટ જાય છે તેવું કહેનારાને ચેલેન્જ આપતા કહે છે કે, ૧૯૯૦માં મારી પાસે માત્ર એક જ ભેંસ હતી.

આ તબેલો બીજા કોઇને આપતા નહીં.
 
વડોલીના અજીતસિંહ કહે છે, કે હું તો આંઠ ચોપડી માંડ ભણ્યો છું પણ મારી બે દીકરીઓએ એમ.એ બી.એડ કરાવ્યું અને મારો દીકરો ઇજનેરીમાં ભણે છે. તેમના પત્ની કુસુમબેને કહ્યું કે, મેં એક દીવસ મારા છોકરાઓને કહ્યું કે, હવે હું થાકી જાઊં છું આ તબેલો જ વેચી કાઢવાની છું ત્યારે તેમનો દીકરો અને સાસરે ગયેલી દીકરીએ કહ્યું મમ્મી તુ થાકી ગઇ હોય તો, તમે જે પૈસા માંગો તે અમે તમને આપી દઇશું પણ બીજા કોઇને આપતા નહીં.

ચોમાસામાં ઘાસચારાનો પૂરતો સ્ટોક

વડોલીના પશુપાલક અજિતસિંહ કહે છે કે ૨૦૦૬ ના પૂર દરમિયાન પણ ત્રણ દિવસ ગામની બહાર નહોતુ નીકળાયું તે સમયે પણ આ પશુધન માટે દાણ અને ઘાસચારાનો પૂરતો સ્ટોક હતો. આપણે વર્ષનું અનાજ ભરાવીએ તેમ આ અબોલજીવ માટે પણ અમે ચોમાસાનો સ્ટોક ભરી જ રાખીએ છીએ. તેમણે તો ઘાસ કાપવાનું મશીન પણ લીધું છે. એક કલાકમાં એક વીઘામાં ઊભો ચારો કપાઇ જાય છે

પશુપાલનને સજીવન કરવું જોઇએ

પશુપાલન એ પવિત્ર વ્યવસાય છે. જેને પુન: સજીવન કરવાની જરૂર છે. જો સારી જાતના ઓલાદની પસંદગી, લીલાચારો, સુવ્યસ્થિત મેનેજમેન્ટ અને પશુઓ પ્રત્યે લગાવ, તેનું જતન હોય તો સારી આવક મેળવી શકાય તેમ છે. જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી કોઇપણ જાતિના વ્યક્તિને બે પશુ ખરીદવા માટે રૂ. ૨૦-૨૦ હજારની સહાય આપવા માટે રૂ. ૫ કરોડ મંજૂર કર્યા છે. પશુઓની કાળજી બાબતે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન, કિટસ વિતરણ તથા રસી મૂકી પશુપાલકોને પ્રોત્સાહન આપવામાં આવે છે.  
      - ડૉ.. ડી.બી. ગિરાણી, 
        નાયબ પશુપાલન નિયામક, સુરત

No comments: