RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

શબ્દોના અર્થભેદ



     શબ્દોના જોડણીભેદે અર્થભેદ
               - સંકલન: હરિ પટેલ
      મિત્રો,ગુજરાતી ભાષામાં વપરાતા કેટલાક એવા શબ્દો વિશે જાણીએ કે શબ્દના ઉચ્ચાર કે જોડણીમાં સહેજ ફેરફાર થાય તો શબ્દનો અર્થ જ બદલાઇ જાય છે.

       ઉદાહરણ તરીકે પાણીને બદલે પાણિ લખાઇ જાય તો તેનો અર્થ જળ ને બદલે હાથથઇ જાય. માટે આવા શબ્દોના અર્થના સંદર્ભને ધ્યાનમાં રાખીને જ જોડણી લખવી જોઇએ.તો આવો મિત્રો, આવા કેટલાક શબ્દોનો આપણે પરિચય મેળવીએ.
નોંધ- આમાંથી વિભાગ C વ્યાકરણ વિભાગમાં હેતુલક્ષી પ્રકારનો 1 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે.
દા.ત.
પ્રશ્ન: બંને શબ્દના જોડણીભેદે થતો અર્થભેદ જણાવો.
ઉંદર - ઉદર
ઉત્તર: ઉંદર - એક પ્રાણી
ઉદર - પેટ

ક્રમ
શબ્દો
અર્થ
પાણી
જળ

પાણિ
હાથ
ગજ
હાથી

ગંજ
ઢગલો
આર
કાળજી

આળ
આરોપ
દિન
દિવસ

દીન
ગરીબ
પહેલા
પ્રથમ

પહેલાં
અગાઉ
વધુ
વધારે

વધૂ
વહુ, પત્નિ
પુર
શહેર, નગર

પૂર
નદીનું પૂર
પ્રસાદ
કૃપા

પ્રાસાદ
મહેલ
સમ
સમાન, સરખું

શમ
શાન્તિ
૧૦
રગ
નસ, નાડી

રંગ
કલર
૧૧
ચિર
લાંબો સમય

ચીર
વસ્ત્ર, કાપડ
૧૨
સત
સત્ય,સાચું

સંત
સાધુ, ભક્ત
૧૩
ગુણ
સ્વભાવ,મૂળ લક્ષણ, કાયદો

ગૂણ
અનાજ ભરવાનો કોથળો
 (થેલો)
૧૪
ખર
ગધેડો

ખળ
લુચ્ચો
૧૫
ટુક
ટુકડો

ટૂક
ટોચ, શિખર
૧૬
સુત
પુત્ર, દિકરો

સૂત
સૂતર
૧૭
અહિ
સાપ

અહીં
અહિયાં
૧૮
આરસ
સંગેમરમર

આળસ
સુસ્તી
૧૯
અંશ
ભાગ

અંસ
ખભો

ઔંસ
વજનનું એક માપ
૨૦
રવિ
સૂર્ય

રવી
શિયાળું પાક
૨૧
ભવન
મકાન, ઘર

ભુવન
જગત, વિશ્વ
૨૨
શૂર
પરાક્રમ,જુસ્સો

સૂર
અવાજ
૨૩
સાલ
વર્ષ

શાલ
ઊનનું ઓઢવાનું વસ્ત્ર
૨૪
અનલ
આગ

અનિલ
પવન
૨૫
ગાડી
મોટર

ગાંડી
અસ્થિર મગજની,
પાગલ સ્ત્રી
૨૬
અકસ્માત
દુર્ઘટના, અણધાર્યો બનાવ

અકસ્માત્
અચાનક, એકાએક, અણધાર્યુ
૨૭
અલિ
ભમરો

અલી
સ્ત્રી (સખી) માટેનું સંબોધન
૨૮
આખુ
ઉંદર

આખું
બધું,
૨૯
અવર
બીજું

અવળ
અવળું
૩૦
ઉપહાર
ભેટ

ઉપાહાર
નાસ્તો
૩૧
ઉમર
ઉંમર, વય

ઊમર
ઉંબરો
૩૨
કુલ
પરિવાર

કૂલ
કિનારો
૩૩
કોટિ
કરોડ

કોટી
આલિંગન
૩૪
કેશ
વાળ

કેસ
કોર્ટનો મુકદ્દમો
૩૫
સુધા
અમૃત

ક્ષુધા
ભૂખ
૩૬
ડિલ
શરીર, તન

દિલ
મન,ચિત્ત,હૃદય
૩૭
નિધન
મરણ, અવસાન

નિર્ધન
ગરીબ
૩૮
પરિણામ
ફળ, નતીજો

પરિમાણ
માપ
૩૯
પ્રણામ
વંદન

પ્રમાણ
માપ
૪૦
રાશિ
ઢગલો, બાર રાશિઓ

રાશી
ખરાબ
૪૧
યતિ
સંન્યાસી, છંદમાં વિરામ

યતી
સંયમી
૪૨
લક્ષ
ધ્યાન, લાખ

લક્ષ્ય
ધ્યેય
૪૩
વિત
ધન

વીત
વીતી ગયેલું
૪૪
વારિ
પાણી, જળ

વારી
વારો, દાવ, ક્રમ
૪૫
વાર
દિવસ, ત્રણ ફૂટનું માપ, ઢીલ

વાળ
કેશ
૪૬
વારાંગના
ગણિકા

વીરાંગના
બહાદુર સ્ત્રી
૪૭
શરત
હોડ,કરાર

સરત
ધ્યાન, નજર
૪૮
શાન
ભભકો,છટા

સાન
સંકેત, ઇશારો
૪૯
શિલા
પથ્થર

શીલા
ચારિત્ર્યવાન સ્ત્રી
૫૦
સીલ
મહોર, મુદ્રા

શિલ
ચારિત્ર, સ્વભાવ
૫૧
અભિનય
અદાકારી

અભિનવ
તદ્દન નવું
૫૨
આકરું
કઠણ

આકળું
ઝટ ગુસ્સે થનાર
૫૩
અબજ
સો કરોડ દર્શાવતી સંખ્યા

અજબ
આશ્ચર્યકારક
૫૪
કમર
કેડ

કમળ
એક ફૂલ
૫૫
ખાધ
ખોટ

ખાદ્ય
ખવાય એવું

ખાંધ
ખભો
૫૬
કૂચી
મહોલ્લો

કૂંચી
ચાવી
૫૭
કોશ
ભંડાર

કોસ
ગાઉ (દોઢ માઇલ)
૫૮
અફર
અચલ, નિશ્વલ

અફળ
નિષ્ફળ
૫૯
ઉદર
પેટ

ઉંદર
એક પ્રાણી
૬૦
ઊછરવું
મોટા થવું

ઊછળવું
કૂંદવું
૬૧
કડુ
એક પ્રકારની કડવી દવા
 (ઔષધી)

કડું
હાથનું ઘરેણું
૬૨
અસ્ત્ર
ફેંકવાનું હથિયાર

શસ્ત્ર
હાથથી લડવાનું હથિયાર
૬૩
ઈનામ
બક્ષિશ, પુરસ્કાર

ઈમાન
પ્રામાણિકતા
૬૪
કઠોર
કઠણ, નિર્દય

કઠોળ
એક પ્રકારનું અનાજ
૬૫
અપેક્ષા
ઇચ્છા, આશા

ઉપેક્ષા
તિરસ્કાર, અવગણના

પ્રશ્નો:
(1) બંને શબ્દના જોડણીભેદે થતો અર્થભેદ જણાવો. 
કૂચી - કૂંચી
(1) ઉત્તર:
કૂચી - મહોલ્લો
કૂંચી - ચાવી
(2) બંને શબ્દના જોડણીભેદે થતો અર્થભેદ જણાવો. કુલ - કૂલ
(2) ઉત્તર:
કુલ - પરિવાર
કૂલ - કિનારો 

No comments: