ખેડૂતભાઇઓ આ વિભાગમાં આપને રોજ-બરોજ ઉપયોગી થાય તેવા ટેલિફોન નંબરો માહિતી સાથે મૂકવામાં આવશે.જેનો લાભ જરૂર પડે લેતા રહેશો.
૧. જીએસએફસી લિ.વડોદરા દ્વારા "સરદાર એગ્રિનેટ કોલ સેન્ટર" ચલાવવામાં આવે છે.જે ખેડૂતભાઇઓને ઘરબેઠાં ફોન ઉપર જ ખેતીને લગતી જે માહિતીની જરૂર હોય તે માહિતી ગુજરાતી ભાષામાં જ પૂરી પાડે છે.દરરોજ સવારના ૬ વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી આ સેવા ચાલુ રહે છે.ખેડૂતભાઇઓ ખુશીની વાત તો એ છે કે ફોન પર જ્યાં સુધી વાત થાય ત્યાં સુધી ફોનનો કોઇ ચાર્જ લાગતો નથી.એટલે કે તમારા મોબાઇલ કે ફોનનું બેલેન્સ કપાતું નથી.આ ટોલ ફ્રી નંબર છે.તો આ નંબર તમારા મોબાઇલમાં સેવ કરી લેજો અને જરૂર પડે તેનો લાભ લેતા રહેજો.
જીએસએફસી સરદાર એગ્રિનેટ કોલ સેન્ટરનો ટોલ ફ્રી નંબર- ૧૮૦૦ ૧૨૩ ૫૦૦૦
No comments:
Post a Comment