RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

વિકલાંગ ઓળખકાર્ડ આપવાની યોજના । વિકલાંગો માટેની યોજનાઓ । ગુજરાત સરકારની યોજનાઓ ।

૧૧. વિકલાંગ (દ્દષ્ટિહીન, અલ્પદ્દષ્ટી, શ્રવણમંદ, અસ્થિ વિષયક ખામી, માનસિક ક્ષતિ, માનસિક માંદગી)  વ્યકિત માટે વિકલાંગ ઓળખકાર્ડ આપવાની યોજના


(૧) વિકલાંગ ઓળખકાર્ડ મેળવવાની પાત્રતા
  • વિકલાંગ વ્યકિત ૪૦%થી વધુ વિકલાંગતા ધરાવતા હોવા જોઈએ.
  • શ્રવણમંદ વ્યકિત.
  • દ્રષ્ટિહીન વ્યકિત.
  • ૭૦ કે તેથી ઓછી બુદ્ધિઆંક ધરાવતી મંદબુદ્ધિવાળી વ્યકિત.
  • ગુજરાત રાજયમાં કાયમી વસવાટ કરતા હોવા જોઇએ.
  • આ યોજનાનો લાભ વિકલાંગ વ્યક્તિઓને ઓળખકાર્ડ આપવાનો છે.
(૨) વિકલાંગ ઓળખકાર્ડ ઉપરથી મળવા પાત્ર લાભો
  • સરકારની યોજનાઓનો લાભ મેળવવા.
(૩) વિકલાંગ ઓળખકાર્ડ મેળવવા અરજીપત્રક સાથે સામેલ રાખવાના આધાર-પુરાવા
  • જે તે વિભાગના નિષ્ણાત તબીબનું વિકલાંગતાની ટકાવારી દર્શાવાતું પ્રમાણપત્ર.
  • અરજીપત્રક સાથે તાજેતરના પડાવેલ સ્ટેમ્પ સાઈઝના ર (બે) ફોટા.
  • રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ.
  • ગુજરાત રાજયના કાયમી વસવાટના પુરાવા.
  • બ્લડગૃપનો દાખલો
  • સક્ષમ અધિકારીનું આવકનું પ્રમાણપત્ર
  • અરજીપત્રક જિલ્લા સમાજસુરક્ષાની કચેરીએથી વિના મૂલ્યે મળી શકશે.
  • અરજીપત્રક જિલ્લા સમાજસુરક્ષા અધિકારીની કચેરીને રજુ કરવાનું રહેશે. જે કચેરી યોગ્ય પુરાવા ચકાસી ઓળખકાર્ડ આપવાની કાર્યવાહી કરશે. 
  • મુખ્ય પેજ પર પાછા જાઓ>>> 

No comments: