RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

સંત સુરદાસ -વિકલાંગ પેન્શન યોજના । ગુજરાત સરકારની યોજનાઓ । વિકલાંગો માટેની યોજનાઓ । વિવિધ યોજનાઓ ।


૫. સંત સુરદાસ - વિકલાંગ પેન્શન યોજના

                  (રાજ્ય સરકારની યોજના) 


  • યોજનાનો ઉદ્દેશ:

તીવ્ર અશક્ત વિકલાંગ વ્યક્તિઓ માટે નાણાંકીય સહાય આપવી.

  • પાત્રતાનાં ધોરણો:

  1. અરજદારની ઉંમર ૦ વર્ષથી ૬૪ વર્ષ સુધીની હોવી જોઇએ.

(તારીખ-૩૧/૦૭/૨૦૦૯ ના પહેલાંના જૂના લાભાર્થીઓ)

  1. લાભાર્થીનું નામ બી.પી.એલ.(BPL) યાદીમાં ૦ થી ૧૬ ના સ્કોરમાં સમાવિષ્ટ હોવું જોઇએ.
  2. અરજદારની વિકલાંગતાની ટકાવારી ૭૫ % કે તેથી વધુ હોવી જોઇએ.
  3. તારીખ-૦૧/૦૮/૨૦૦૯ પછી ૦ થી ૧૮ વર્ષ સુધી ૮૦ % વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ.

(નોંધ-૧૮ વર્ષની ઉંમર બાદ ભારત સરકારની IGNDPS  યોજનામાં તબદીલ કરવામાં આવે છે.)

  • યોજનાના ફાયદા / સહાય:

       માસિક રૂપિયા ૪૦૦/- ની સહાય.(રાજ્ય સરકાર તરફથી)

  • પ્રક્રિયા:

1.જિલ્લા સમાજસુરક્ષા અધિકારીશ્રીને નિયત નમૂનામાં અરજી કરવાની હોય છે.
2.અરજીપત્રક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

  • અમલીકરણ કરતી કચેરી / એજન્સી / સંસ્થા :

સમાજસુરક્ષા ખાતા હસ્તકના ૩૩ જિલ્લા સમાજસુરક્ષા અધિકારીશ્રીઓ
  •   અન્ય શરતો:

    અરજદાર છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતો હોવો જોઇએ.

  • · વિશેષ નોંધ:

1.   ભારત સરકારની IGNDPS યોજનામાં વિકલાંગતાની ટકાવારી
    ૮૦ % કે તેથી વધુ છે.

2.    રાજ્ય સરકારના જૂના લભાર્થીઓમાં વિકલાંગતાની ટકાવારી ૭૫ % છે.તારીખ-૦૧/૦૮/૨૦૦૯ બાદ ૭૫ % વિકલાંગતા ધરાવનારને લાભ મળતો નથી.

3.   ભારત સરકારની IGNDPS યોજનામાં વય ૧૮ થી ૭૯ વર્ષ છે.જ્યારે રાજ્ય સરકારમાં ૦ થી ૧૭ વર્ષની ઉંમરનો સમાવેશ થાય છે,
 

No comments: