RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

આરોગ્ય સુધા- ચિકનગુનિયાના ઉપચાર

 ચિકનગુનિયાના ઘરેલુ ઉપચાર
સૌજન્ય: સંદેશ
   ચિકનગુનિયા એક વાયરલ સંક્રમણ છે. તેના કરડવાથી તાવ, સાંધાનો દુખાવો અને અને શરીર પર ચક્તા પડી જાય છે. તેનુ સૌથી ખરાબ લક્ષણ એ છે કે, સાંધાનો દુખાવો ખૂબ લાંબા સમય સુધી ચાલે છે. કેટલાક કેસમાં આને ઠીક થવામાં મહિનાઓ લાગી જાય છે. આ માટે કોઈ ખાસ ટ્રીટમેન્ટ નથી, પણ એક્સપર્ટનુ માનીએ તો સારુ ડાયેટ લેવાથી અને આરામ કરવાથી રોગી જલદી ઠીક થઈ જાય છે. તો જાણો ચિકનગુનિયાના કેટલાક ઘરેલુ ઉપચાર જેનાથી રોગીને મોટાભાગે આરામ મળી શકે છે.

  • તમારા ડાયેટમાં પુષ્કળ પ્રમાણમાં ફળ અને શાકભાજીનો સમાવેશ કરો.
  • ગ્રીન ટી પીવો જેનાથી સોજામાં આરામ મળે.
  • પુષ્કળ પ્રમાણમાં પાણી અને તરલ પદાર્થનુ સેવન કરો.
  • કોશિશ કરો કે તમે ભરપૂર ઉંઘ લો અને તમારી બોડીને રિલેક્સ કરો. તેનાથી તમારા સાંધાનો દુખાવો જલ્દી મટી જશે.
  • બરફને ટોવેલમાં લપેટીને સાંધાનો થોડીવાર સેક કરો.
  • રેશ પડતા જૈતૂન તેલ અને વિટામિન ઈ ટેબલેટ મિક્સ કરીને પ્રભાવિત સ્થાન પર લગાવો. આ સાથે રોગીને દિવસમાં 3-4 વાર પપૈયાના પાનનો રસ પીવડાવો.
  • ઘરે જ રહીને હળવી એક્સરસાઈઝ કરો. જેમાં સ્ટ્રેચિંગને સામેલ કરો. તેનાથી સાંધાનો દુખાવો દૂર થશે. સાથે જ સાંધા પર હળવા હાથે નારિયળના તેલની મસાજ કરો. તેનાથી દુખાવો અને સોજો બંને દૂર થશે.

No comments: