RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

ગુજરાતી (FL) ધો-૧૦ પરિશિષ્ટ-૧

ગુજરાતી (પ્રથમ ભાષા) ધોરણ-૧૦
કૃતિ / કર્તા / સાહિત્યપ્રકાર

શૈક્ષણિક સત્ર- 2019-20 થી અમલી બનતા ગુજરાતી વિષયના પ્રશ્નપત્રના પરિરૂપમાં ફેરફાર થયેલ છે.તે મુજબ આ વિભાગમાંથી નીચે મુજબના પ્રશ્નો પૂછાશે.
  • વિભાગ A (ગદ્ય) માં પ્રશ્ન (અ) માં ગદ્યકૃતિઓમાંથી કૃતિ-કર્તા / કૃતિ-સાહિત્યપ્રકાર / પાત્ર-કૃતિ / પાત્ર-ઉક્તિ આ ચાર પૈકી ગમેતે એકનું જોડકું પૂછાશે. (દરેક સાચા ઉત્તર માટે 1 ગુણ. કુલ  ગુણ  4 હશે.
  • વિભાગ A (પદ્ય) માં પ્રશ્ન (અ) માં પદ્યકૃતિઓમાંથી કૃતિ-કર્તા / કૃતિ-સાહિત્યપ્રકાર આ બે પૈકી ગમેતે એકનું જોડકું પૂછાશે. (દરેક સાચા ઉત્તર માટે 1 ગુણ. કુલ  ગુણ  4 હશે.

ક્રમ
પાઠ/કાવ્ય
સાહિત્યનો પ્રકાર
કવિ/લેખક
1
વૈષ્ણવજન
પદ
નરસિંહ મહેતા
2
રેસનો ઘોડો
નવલિકા
વર્ષા અડાલજા
3
શીલવંત સાધુને
ભજન
ગંગાસતી
4
ભૂલી ગયા પછી
એકાંકી
રઘુવીર ચૌધરી
5
દીકરી
ગઝલ
અશોક ચાવડા બેદિલ
6
વાઈરલ ઈન્ફેક્શન
નિબંધ
ગુણવંત શાહ
7
હું એવો ગુજરાતી
ગીત
વિનોદ જોશી
8
છત્રી
હાસ્યનિબંધ
રતીલાલ બોરીસાગર
9
માધવને દીઠો છે ક્યાંય ?
ઉર્મિગીત
હરીન્દ્ર દવે
haridpatel.blogspot.com     By : Hari Patel (Principal) 
Mo.  9998237934
10
ડાંગવનો અને...
નિબંધ
મહેન્દ્રસિંહ પરમાર
11
શિકારીને
ઉર્મિકાવ્ય
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપી
12
ચોપડાની ઇન્દ્રજાળ
આત્મકથાખંડ
ચંદ્રકાન્ત પંડ્યા
13
વતનથી વિદાય થતાં
સોનેટ
જયંત પાઠક
14
જન્મોત્સવ
નવલિકા
સુરેશ જોશી
15
બોલીએ ના કાંઇ
ગીત
રાજેન્દ્ર શાહ
16
ગતિભંગ
લઘુકથા
મોહનલાલ પટેલ
17
દિવસો જુદાઇના જાય છે
ગઝલ
ગની દહીંવાલા
18
ભૂખથી ભૂંડી ભીખ
નવલકથાખંડ
પન્નાલાલ પટેલ
19
એક બપોરે
ઉર્મિકાવ્ય
રાવજી પટેલ
20
વિરલ વિભૂતિ
ચરિત્ર નિબંધ
આત્માર્પિત અપૂર્વજી
21
ચાંદલિયો
લોકગીત
---
22
હિમાલયમાં એક સાહસ
પ્રવાસ
જવાહરલાલ નહેરુ
haridpatel.blogspot.com     By : Hari Patel (Principal) 
Mo.  9998237934
23
ઘોડીની સ્વામીભક્તિ
લોકકથા
જોરાવરસિંહ જાદવ
24
કુલદીપક થાવું કઠિન...
દુહા
---
25
આવ નહીં,આદરા નહિ...
દુહા
---
26
ચેતજે જીતમાંય હાર ન હો
મુક્તક
રઈશ મણિયાર
27
સફળતા જિંદગીની...
મુક્તક
બરકત વીરાણી બેફામ
28
ઓરડું નાનું...
હાઈકુ
મુરલી ઠાકુર
29
દીપ હોલવું...
હાઈકુ
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

No comments: