RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

આરોગ્ય સુધા- હરસ-મસા



હરસ -મસાનો ઉપચાર
સંકલન: હરિ પટેલ
     હરસ-મસા એ મળમાર્ગ અને મળદ્વારનો રોગ છે.જે ખૂબ જ પીડા આપનાર હોય છે.આયુર્વેદમાં મળમાર્ગમાં થતા હરસને આભ્યંતર અને મળદ્વાર પર થતા હરસને બાહ્ય હરસ કહે છે.હરસના બીજા બે પ્રકાર પણ પડે છે. (1) સૂકા હરસ અને (2) દૂઝતા હરસ. સૂકા હરસ સૂકા અને કઠણ હોય છે;જેમાંથી લોહી પડતું નથી. જ્યારે દૂઝતા હરસ પોચા અને લીલા હોય છે;જેમાંથી લોહી પડે છે.હરસ-મસાના રોગીએ કબજિયાત ન રહે તે માટે રોજ રાત્રે ત્રિફલા ચૂર્ણ કે હરડે ચૂર્ણ કે ઈસબગુલનું સેવન કરવું જોઇએ.હરસ-મસાને દૂર કરવાના  ઘરગથ્થુ ઇલાજ નીચે મુજબ છે.જેમાંથી કોઇ એક ઇલાજ કરવો.
(1) બોરસલીના બીનો ઉપાય: બોરસલીના 21 બીજની અંદરનાં સફેદ મીંજ અને તેમાં 11 કાળાં મરી લઇ તેનું ચૂર્ણ કરવું.જે દિવસે આ ઉપાય કરવાનો હોય તે દિવસે સવારે શૌચાદી ક્રિયા પતાવ્યા બાદ આ ચૂર્ણ પાણી સાથે લેવું.આ ચૂર્ણ લીધા પછી 6 કલાક સુધી બેસવવાનું નથી.ચૂર્ણ લીધા બાદ 6 કલાક સુધી હરવું-ફરવું કે ચાલવા જવું;પણ બેસવું નહીં.તેમજ દર કલાકે 1 મોસંબી ખાવી.તે સિવાય 6 કલાક સુધી અન્ય કંઇપણ ખાવું નહિ. 6 કલાક બાદ હળવો ખોરાક લેવો.આ પ્રયોગ કરવાથી હરસ-મસાનો રોગ કાયમી મટી જશે.
(2) કાચી ડુંગળીનો ઉપાય: દૂઝતા હરસથી પીડાતા રોગીએ રોજ ખોરાક લેતી વખતે 1 કાચી ડુંગળીનું કચુંબર લેવું;જેથી દૂઝતા હરસમાંથી પડતું લોહી બંધ થઈ જશે.
(3) મૂળા-એલચીનો ઉપાય: મૂળાના કંદમાં એક ડગળી પાડવી તેમાં 3 આખાં એલચી મૂકવાં અને ડગળીને બંધ કરી દેવી.ડગળીને દોરા વડે વીટીને બંધ કરવી.આ મૂળાને આખી રાત ચોખ્ખા પાણીમાં ડૂબાડી રાખવા. સવારે આ મૂળામાંથી એલચી કાઢીને તેના દાણાં નરણા કોઠે ચાવીને ખાઇ લેવા.આ પ્રકારનો ઉપાય ત્રણ દિવસ કરવાથી હરસ-મસાનો રોગ કાયમ મટી જાય છે.

No comments: