RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

16 July 2017

સજીવ ખેતી - Organic Farming



સજીવ ખેતી (Organic Farming) એટલે શું ?
      

     સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખતરો તેમજ રસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાક ના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે.

   સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે.તેમાં વધુ ખનીજ, વિટામીન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. દા.ત. સજીવ ખેતીની પેદાશોમાં રસાયણિક ખેતીની પેદાશોની સરખામણીમાં ૬૩% વધુ કેલ્શિયમ, ૭૩% વધુ લોહતત્વ, ૧૧૮% વધુ મોલીબ્ડેનમ, ૯૧% વધુ ફોસ્ફરસ, ૧૨૫% વધુ પોટેશિયમ અને ૬૦% વધુ જસત હોય છે.
       વિવિધ પદ્ધતિઓ દ્વારા ગુણવત્તાયુકત અને વધુ ઉત્પાદન, જમીનની સાથે પાકનીગુણવત્તા પણ જળવાઇ રહે તેવી વિશેષ પદ્ધતિ એટલે સજીવ ખેતી: સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ આજે દેશમાં અને તેમાયં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ખેડૂતો સજીવ ખેતીનો ઉપયોગ કરવા જ હજુ પણ ટાળે છે. જૉ કે તેના પાછળ સૌથી મોટું કારણ સજીવ ખેતીની વિવિધ પદ્ધતિઓ અને તેના લાભની યોગ્ય માહિતીના અભાવ છે. આપણે ત્યાં વર્ષોથી વધારે ખાતર અને પાણીના ઉપયોગથી વધુ ઉત્પાદન આપતી અને ટુંકા ગાળામાં પાકતી વિવિધ પાકની જાતો એ હરીયાળી ક્રાંતિના પાયામાં કરેલું અગત્યનું પરીબળ હતું.

    જેના કારણે આ નવીન જાતોનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યા. પરીણામ સ્વરૂપે ઉભા થાય જેમાં ખાસ કરીને વધુ પડતાં કષિ રસાયણોનો ઉપયોગ કરવાથી જમીનનું આરોગ્ય બગડવા લાગ્યું તથા જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા પણ ઘટવા લાગ્યાં, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગઇ.

    આમ અંતે તો જમીનના નુકશાન સાથે સાથે ખેડૂતને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો. ત્યારે જમીનની સાથે સાથે પાકની પણ ગુણવત્તા જળવાઇ રહે તેવી પઘ્ધતિની આવશ્યકતા ઉભી થઇ. જેના ફળ સ્વરૂપે સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ થયો.

પાક પઘ્ધતિ : 
 
- આંતર પાક- મીશ્ર પાક પઘ્ધતિ હેઠળ કઠોળ પાકોનો સમાવેશ કરવાથી હવામાં રહેલો નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય છે. જે પાકને ઉપયોગી બનેછે.
- દર વર્ષે એક જ વર્ગનો પાક ન લેતા પાકની ફેર બદલી કરવી, જેમાં કઠોળવર્ગના પાકનો સમાવેશ કરવો.

પાકપોષણ વ્યવસ્થાપન :
 
- સારૂ કહોવાયેલું નિદણના બીજમુક્ત છાણિયા ખાતરનો ઉપયોગ કરવો.
- છાણીયું ખાતર, ગળતીયું ખાતર વાવેતર માટે જમીન તૈયાર કરતી વખતે આપવું.
- છાણીયા ખાતરની અવેજીમાં પાકની પોષકતત્વોની જરૂરિયાતને ઘ્યાનમાં લઇ જુદાજુદા ખોળ, વર્મિ કમ્પોસ્ટ, પ્રેસમડ, કહોવાયેલો કચરો વગેરેનો ઉપયોગ કરવો.
- જીવાણુઓ દ્વારા હવામાનો નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય તે હેતુસર કઠોળ વર્ગના પાકોને જે તે પાક અનુરૂપ જીવાણુંઓનો પટ આપવો.

- પાક આયોજનમાં લીલા પડવારા દ્વારા સેન્દ્રિય પદાર્થ જમીનમાં ઉમેરાય તે મુજબ તેનો સમાવેશ કરવો.
- પહોળા ગાળે વવાતા પાકોમાં શકય બને તો ચાસમાં જ ખાતર આપવું.
- પાકના અવશેષો, ખેતરના ખળાના નકામો કચરો વગેરે બાળી ન નાખતાં જે તે ખેતરમાં જ દબાવી દેવાં અથવા એકત્રિત કરી કહોવાવ્યા બાદ જ ખેતરમાં નાખવો.

રોગ-જીવાત વ્યવસ્થાપન :

- રોગ-જીવાત પ્રતિકારક જાતોની પસંદગી કરવી ઉનાળામાં ઉડી ખેડ કરવી.
- વાવણી સમય જાળવી-ગોઠવી પાકને રોગ જીવાતથી બચાવી શકાય.
- મોટી ઇયળો હાથથી વીણી નાશ કરવો.
- બીજનો દર પ્રમાણમાં વધારે રાખવો, જેથી રોગ જીવાતથી નુકશાન થાય, ઉગાવો ઓછો થાય તો પણ એકમ વિસ્તારદીઠ છોડની સંખ્યા જળવાઇ રહે.
- પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો.
- વનસ્પતિ આધારિત દવાઓ જેવી કે લીમડામાંથી, આકડામાંથી બનાવેલ દવાઓનો ઉપયોગ કરવો.

નિંદણ નિયંત્રણ :
 - ઓછામાં ઓછી ખેડ કરવી જેથી નિચલા સ્તરમાં રહેલાં નિદાણના બીજ ઉપર આવે નહીં.

સજીવ ખેતીના ફાયદા
 
   પાક ઉત્પાદનની ગુણવત્તા અને ઉત્પાદકતા જળવાઇ રહેવાની સાથે ખાતરનો ખર્ચ ઘટતો હોવાથી ખેડૂત માટે અત્યંત ફાયદાકારક

- જમીન, પાણી અને પર્યાવરણને નુકશાન થતું નથી.


- પાક ઉત્પાદનની ગુણવત્તા વધુ હોય છે.


- જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઇ રહે છે અને તેમાં વધારો થાય છે.

- જમીનની તંદુરસ્તી લાંબા સમય સુધી જળવાઇ રહે છે.


- ઉત્પાદન ગુણવત્તાયુકત હોઇ બજાર ભાવ વધારે મળે છે.


- ખેતરમાં જ ઉત્પન્ન થયેલા ઘાસ કચરો વગેરેને કહોડાવી તેનાં ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોઇ ખાતર ખર્ચ ઓછો થાય છે.

- રોગ-જીવાતના નિયંત્રણ માટે કષિ રસાયણનો ઉપયોગ ન કરવાથી પાક ઉત્પાદન ગુણવત્તા સભર હોઇ મનુષ્યની તંદુરસ્તીને નુકશાન કરતું નથી.

નિંદામણ દૂર કરવું જરૂરી

- વાવેતર અગાઉ પિયત આપી નિંદણ ઉગી ગયા બાદ તેનો છીછરી ખેડ દ્વારા નાશ કરવો.


- પાક ઉગ્યા બાદ ઊભા પાકમાં આંતરખેડ કરી નિંદણ દૂર કરવું.


- લાઇનમાં રહેલ નિંદણ ખુરપીનો ઉપયોગ કરી દૂર કરવું.


- ઉનાળામાં ઉડી ખેડ કરી ચીઢો, ઘરો જેવા હડીલા નિંદણનો નાશ કરવો.


- સારૂ કોહવાયેલું નિંદણના બીજમુક્ત છાણિયા ખાતરનો ઉપયોગ કરવો.

પિયત વ્યવસ્થા :
 
- પાકને જરૂરીયાત મુજબ જ પિયત આપવું.


- પાકની પાણીની કટોકટી અવસ્થાઓની જાણકારી મેળવી આ અવસ્થાયે જ પાણી આપવું.


- વધારે પિયત પાણી આપવાથી, વધારે ઉત્પાદન મળે તે ખ્યાલ દૂર કરવો.


- વધારે પિયત આપવાથી રોગ-જીવાત વધે છે.
- કાર્યથીમ પિયત પઘ્ધતિનો ઉપયોગ કરવો.

   આમ, ઉપરના મુદ્દા ઘ્યાનમાં રાખીને સફળતાપૂર્વક સજીવખેતી હેઠળ વધારે અને લાંબા સમય સુધી ઉત્પાદન મેળવી શકાય છે.

   વિવિધ પદ્ધતિઓ દ્વારા ગુણવત્તાયુકત અને વધુ ઉત્પાદન, જમીનની સાથે પાકની ગુણવત્તા પણ જળવાઇ રહે તેવી વિશેષ પદ્ધતિ એટલે સજીવ ખેતી: સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ

    આજે દેશમાં અને તેમાયં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ખેડૂતો સજીવ ખેતીનો ઉપયોગ કરવા જ હજુ પણ ટાળે છે. જૉ કે તેની પાછળ સૌથી મોટું કારણ સજીવ ખેતીની વિવિધ પદ્ધતિઓ અને તેના લાભની યોગ્ય માહિતીના અભાવ છે. આપણે ત્યાં વર્ષોથી વધારે ખાતર અને પાણીના ઉપયોગથી વધુ ઉત્પાદન આપતી અને ટુંકા ગાળામાં પાકતી વિવિધ પાકની જાતો એ હરિયાળી ક્રાંતિના પાયામાં કરેલું અગત્યનું પરિબળ હતું.

    જેના કારણે આ નવીન જાતોનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યા. પરિણામ સ્વરૂપે અનેક પ્રશ્નો ઉભા થયા. જેમાં ખાસ કરીને વધુ પડતાં કષિ રસાયણોનો ઉપયોગ કરવાથી જમીનનું આરોગ્ય બગડવા લાગ્યું તથા જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા પણ ઘટવા લાગ્યાં, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગઇ.

     આમ અંતે તો જમીનના નુકશાન સાથે સાથે ખેડૂતને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો. ત્યારે જમીનની સાથે સાથે પાકની પણ ગુણવત્તા જળવાઇ રહે તેવી પઘ્ધતિની આવશ્યકતા ઉભી થઇ. જેના ફળ સ્વરૂપે સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ થયો.

સજીવ ખેતી માટે ‘ગૌમૂત્ર’



   સજીવ ખેતી માટે જરૂરી એવા પદાર્થોમાં એક એવા ગૌમૂત્રના ઉપયોગથી પાકને પણ પુરતું પોષણ મળવાની સાથે પાકની ગુણવત્તા પણ સારી એવી જળવાઈ રહે છે. ત્યારે આ ગૌમૂત્રનો ખેતીમાં કેવી રીતે ઉપયોગ કરવો, તે અંગે માહિતી આપતા કછોલી ગામના ખેડૂત દીપકભાઈ પટેલે પોતાના અનુભવના આધારે તૈયાર કરેલી વિગતો અહીં આપી છે, તે આપણે જોઇએ.

    તેમણે એક મુલાકાતમાં જણાવ્યું કે ગૌમૂત્ર એક ઉત્તમ ખાતર, ફુગનાશક અને પાક માટે વૃદ્ધિકારક છે. ગૌમૂત્ર વનસ્પતિઓ માટે કુદરતી ખાતર એટલે કે પોષક દ્રવ્ય છે. ઘણાં ખેડૂતો તેને અમૃત સંજીવની ગણે છે. તો કેટલાક ખેડૂતો તેને કુદરતી યુરિયા પણ ગણાવે છે. ગાભણી કે દુજણી ગાય ગોય તો તેના મુત્રમાં હોર્મોન્સ  પણ વધારે હોય છે. ગૌમૂત્ર સેન્દ્રિય પદાર્થ અને નાઈટ્રોજનની દ્રષ્ટિએ ઉત્તમ છે.

     તેમણે જણાવ્યું કે ઇન્ડિયન મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ગૌમૂત્ર ઉપર કરેલાપૃથક્કરણ મુજબ ગૌમૂત્રમાં સેન્દ્રિય પદાર્થ ૭૮.૪ ટકા, નાઈટ્રોજન ૧૦.૬ ટકા, પોટાશ ૭.૨ ટકા અને ફોસ્ફરિક એસિડ ૦.૨ ટકા હોય છે. જે ખેતી માટે અતિ ઉત્તમ પદાર્થો છે.
   
    ગૌમૂત્રના ઉપયોગ બાબતે તેમણે જણાવ્યું કે ગૌમૂત્ર પિયતમાં પણ આપી શકાય અને પંપ વડે પણ તેનો છંટકાવ ખેતરોમાં કરી શકાય છે. જો ગૌમૂત્ર પિયતમાં આપવું હોય તો એક પ્લાસ્ટિકના નળવાળા કેરબામાં ગૌમૂત્ર અને ધોરિયામાં જ્યાંથી પાકનું વાવેતર શરૂ થતું હોય ત્યાં રાખવું. ટીપે ટીપે અથવા અત્યંત ધીમી ધારે ગૌમૂત્ર ધોરિયામાં જતાં પાણીમાં પડે તે રીતે નળ ખુલ્લો રાખવો જોઇએ.

   સજીવ ખેતીમાં ગૌમૂત્રના ઉપયોગ કરવાના પ્રમાણ વિશે મતમતાંતર પ્રવર્તી રહ્યાં છે. કચ્છ વિસ્તારમાં કેટલાક ખેડૂતો એક પંપમાં ૨ લિટર ગૌમૂત્ર વાપરાવાના અનુભવો કરી ચુક્યાં છે જે મહદ્અંશે સફળ પણ થયાં છે. દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક ખેડૂતો તેનો ઉપયોગ કરી અનુભવોના આધારે સવા બે કે અઢી લિટર જેટલો ઉપયોગ એક પંપમાં કરે છે. પરંતુ ખેડૂતોએ જાતે જ પોતાના ખેતરોમાં ગૌમૂત્રનો ઉયોગનો અનુભવ કરી આગળ વધવું જોઇએ. ગૌમૂત્રના વધારે ઉપયોગ કરવાથી પાક બળી જવાની સંભાવના રહેલી છે. એક એકરમાં પાંચથી સાત લિટર ગૌમૂત્ર આપી શકાય.

   જો ગૌમૂત્રનો છંટકાવ કરવાનો હોય તો એક પંપમાં ૩૦૦ મિલીથી શરૂઆત કરી શકાય છે. ગૌમૂત્રનો છંટકાવ સવારે ૧૦ કલાક પહેલા અથવા તો સાંજે ૪ કલાક પછી કરવો હિતાવહ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ગૌમૂત્રના ઉપયોગથી થતાં ફાયદા


   યોગ્ય માત્રામાં ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ઘણાં ફાયદા થાય છે. ગૌમૂત્રથી પાકને પોષણ મળે છે. તેની સાથે પાકની ગુણવત્તા પણ સુધરે છે. ગૌમૂત્રથી જમીનજન્ય ફુગના રોગનો અને ઉધઈનો નાશ થાય છે. ગૌમૂત્રથી જમીનના ક્ષાર પણ ઓછાં થઈ જતાં હોવાનું એક અનુભવના આધારે દીપક પટેલ પાસેથી જાણવા મળ્યું છે. આ પ્રયોગ ખેડૂતોએ અપનાવવા જેવો ખરો

.
              સૌજન્ય: સ્ત્રોત-કૃષિગુરૂ 

***

 સજીવ ખેતી દ્વારા ખેડૂતે ૧ વીઘામાં ૭૦ મણ કપાસ ઉગાડી ક્રાંતિ સર્જી
સૌજન્ય : સંદેશ

૨૨,સપ્ટેમ્બર,૨૦૧૬           
   ઝાલાવાડના ચૂડા તાલુકાના કરમડ ગામે અભણ ખેડૂતે અંદાજે ૪ એકર જેવી ટુંકી ખેતીમાં દેશી ખાતર, પાણી અને દેશી પધ્ધતિઓ અપનાવી છેલ્લા ત્રણ વર્ષથી સજીવ ખેતી કરી ઓછા ખર્ચે મબલખ પાક મેળવી અન્ય જગ તાતને રાહ ચિંધ્યો છે. કરમડના પાદરમાં ૪ એકર પૈકી ૩ એકર જમીનમાં ૧પપ અને ૧૧૯ જાતોના કપાસનું વાવેતર કરી એક વિઘાએ અંદાજે ૬પ થી ૭૦ મણ કપાસનું ઉત્પાદન કરે છે ! આ કોઠા સુઝી અભણ ખેડૂતે સજીવ ખેતી દ્વારા ટુંકી જમીનમાં વધુ ઉત્પાદન મેળવી ખરા અર્થમાં ક્રાંતી સર્જી છે.

    દેશ અને રાજયમાં સરકાર દ્વારા ખેતીમાં અધ્યતન ટેકનોલોજી, ખાતર, બિયારણ અપનાવી આધુનીક ખેતી દ્વારા મબલખ પાક, ઉત્પાદન મેળવવા કરોડો રૂપિયા વિવિધ યોજના પાછળ ખર્ચવામાં આવી રહ્યા છે. તેમ છતાં ખેતી-પાક અને ઉત્પાદન ક્ષેત્રે જોઈએ તેવી ક્રાંતી સર્જાઈ નથી. પરંતુ ઝાલાવાડના ચૂડા તાલુકાના ખોબા જેવડા કરમડ ગામના અભણ કોઠા સુઝ ખેડૂતે દેશી ખાતર, ખેડ પાણી થી સજીવ ખેતી દ્વારા ટુંકી ખેતીમાં મબલખ પાક, ઉત્પાદન મેળવી ફકત ચૂડા તાલુકાનું નહીં પરંતુ જિલ્લા અને રાજયનું નામ સજીવ ખેતી દ્વારા ગુંજતુ કરી દીધુ છે. કરમડ ગામના પુનાભાઈ લાલજીભાઈ ચૌહાણે આગવી કોઠા સુઝથી છેલ્લા ૩ વર્ષથી ૪ એકર અને ૩૩ ગુંઠા જેવી ટુંકી ખેતીમાં દેશી ખાતર, પાણી અને દેશી નુસ્ખાઓ અજમાવી ફકત ૩ એકરમાં બીટી કપાસનું વાવેતર કરી એક વિઘાએ ૭૦ મણ કપાસનું વિક્રમી ઉત્પાદન મેળવી જિલ્લામાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન પ્રાપ્ત કરનાર ખેડૂતનું બિરૂદ પ્રાપ્ત કર્યુ છે. આ ખેડૂત હાલ અન્ય ખેતી પધ્ધતિની સામે દેશી છાણ અને સજીવ ખેતી દ્વારા અન્ય ખેત ટેકનીકની સામે વિઘાએ ૭૦ મણ કપાસના ઉત્પાદન સાથે અન્ય કપાસ પાક-ઉત્પાદનની તુલનાએ રપ થી ૩૦ મણ વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે.હાલ, ૩ એકર બીટી કપાસ અને ૩૦૦ ગ્રામ અમેરીકન મકાઈનું વાવેતર કરી ખેતી ક્રાંતીનું મંડાણ કર્યુ છે. આ ઉપરાંત ફેમિટેક, વિસનન, પ્રકાશ ટીંઝર ૬ નંગ મુકી ઉડતા ફુદા અને જીવાતને કંટ્રોલ કરી ખેતી પાક બચાવવા નુસ્ખાઓ અજમાવાયા છે.

ખેતી સંશોધન કેન્દ્રો માટે સંશોધન કેન્દ્ર બન્યું !

      કરમડ ગામના પાદરમાં અંદાજે ૪ એકર જેવી ટુંકી ખેત જમીનમાં દેશી ખાતર ખેડપાણી દ્વારા સજીવ ખેતી કરી દોઢુ ખેત ઉત્પાદન મેળવી અન્ય ખેડૂત અને ખેતી વિદ્દો માટે ખેડૂત અને તેમની ખેતી માર્ગદર્શક બની છે. આ અંગે વધુ જાણકારી અને ટેકનીકનું નિર્દેશન જોવા જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને નાના કાંધાસર ખેતી સંશોધન કેન્દ્ર માટે આ ખેડૂત અને ખેતી ખરા અર્થમાં સંશોધન કેન્દ્ર સમુ બની ગયુ છે. બુધવારે ખેતી સંશોધન કેન્દ્રના ડો.બી.ટી.બાતલીયા, ચાંદરોલીયા, ધોરણીયા, વાઘેલા સહિતની ટીમોએ કરમડ ગામે દોડી જઈ ખેતીનું જાત નિરીક્ષણ કર્યુ હતુ.

કરમડ ગામના પાદરમાં અંદાજે ૪ એકર જેવી ટુંકી ખેત જમીનમાં દેશી ખાતર ખેડપાણી દ્વારા સજીવ ખેતી કરી દોઢુ ખેત ઉત્પાદન મેળવી અન્ય ખેડૂત અને ખેતી વિદ્દો માટે ખેડૂત અને તેમની ખેતી માર્ગદર્શક બની છે. આ અંગે વધુ જાણકારી અને ટેકનીકનું નિર્દેશન જોવા જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને નાના કાંધાસર ખેતી સંશોધન કેન્દ્ર માટે આ ખેડૂત અને ખેતી ખરા અર્થમાં સંશોધન કેન્દ્ર સમુ બની ગયુ છે. બુધવારે ખેતી સંશોધન કેન્દ્રના ડો.બી.ટી.બાતલીયા, ચાંદરોલીયા, ધોરણીયા, વાઘેલા સહિતની ટીમોએ કરમડ ગામે દોડી જઈ ખેતીનું જાત નિરીક્ષણ કર્યુ હતુ.

અપેક્ષા વિના જાતે ખતરાઓ કરે છે : અધિકારી

     આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી વાદી અને જીડે જણાવ્યુ હતુ કે, કરમડ ગામના પ્રગતિશીલ ખેડૂત પુનાભાઈ ચૌહાણે કોઈપણ અપેક્ષા વિના ટુંકી ખેતીમાં સજીવ ખેતી દ્વારા દેશી અખતરાઓ કરી કાંઈક નવુ કરવાનો શોખ ધરાવે છે, આ ખેડૂતે સમયાંતરે યોજાતા કૃષિ મેળાઓ,માર્ગદર્શન શિબીરોમાં ઉપસ્થિત રહી જાતે અવનવા અખતરાઓ કરી ખેતી-પાક ક્ષેત્રે ક્રાંતી લાવવા સતત ઝઝુમી રહ્યા છે. જોકે આ માટે ખેત જમીન અને પાણી ખેતી ક્રાંતી માટે મહત્વનું પાસુ છે.

No comments: