RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

14 February 2017

લોકકલ્યાણલક્ષી યોજનાઓ


૧. વૃદ્ધ પેન્શન (વય વંદના)
  ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (વય વંદના)
Indira Gandhi National Old Age Pension Scheme –(IGNOAPS)
     ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય નવી દિલ્હી દ્વારા  તા.૧૯-૧૧-૨૦૦૭થી ઉપરોકત યોજના સમગ્ર ભારતમાં અમલમાં મૂકવામાં આવેલી છે. જેનો ગુજરાત રાજયમાં તા.૧-૪-૨૦૦૮થી અમલ શરૂ કરવામાં આવેલ છે. જેની અરજી સંબંધિત તાલુકાના મામલતદારશ્રીને અલગથી કરવાની રહે છે.
    • યોજનાનો ઉદ્દેશ:
      રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (National Social Assistance Programme -NSAP) હેઠળ વૃદ્ધોને આર્થિક સહાય આપવી.
        • પાત્રતાનાં ધોરણો:
          1. અરજદારની ઉંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઇએ.
          2. બી.પી.એલ. યાદીમાં ૦ થી ૧૬ ના સ્કોરમાં સમાવિષ્ટ હોવા જોઇએ.
          3. પાત્રતા ધરાવતા પતિ-પત્ની બન્ને અરજી કરી શકે છે.
            • યોજનાના ફાયદા / સહાય:
              1. ૬૦ થી ૭૯ વર્ષ સુધીનાને રૂપિયા ૪૦૦/- માસિક સહાય.(રૂપિયા ૨૦૦/- ભારત સરકાર અને રૂપિયા ૨૦૦/- રાજ્ય સરકાર તરફથી)
              2. ૮૦ વર્ષથી વધુ ઉંમર ધરાવનારને રૂપિયા ૭૦૦/- માસિક સહાય.(રૂપિયા ૫૦૦/- ભારત સરકાર અને રૂપિયા ૨૦૦/- રાજ્ય સરકાર તરફથી)
              • પ્રક્રિયા:    
                 તાલુકા મામલતદારશ્રીને નિયત નમૂનામાં અરજી કરવાની હોય છે.
              • અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા  
              • મહેસુલ વિભાગ હસ્તકના ૩૩ જિલ્લા કલેકટરશ્રી હેઠળના ૨૪૯ તાલુકાના મામલતદારશ્રીઓ.  
              • અપીલ અરજી અંગે:
                નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.
              • અરજી ફોર્મ: 

                વૃદ્ધ પેન્શન (વય વંદના) સહાય મેળવવાનું અરજીફોર્મ ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો...



              ૨. નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના 
              (રાજ્ય સરકાર)
              • યોજનાનો ઉદ્દેશ:નિરાધાર વૃદ્ધોને નિભાવ માટે નાણાંકીય સહાય આપવી.
              • પાત્રતાનાં ધોરણો:
              1. નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે.
              2. ૬૦ વર્ષ કે તે કરતા વધુ વયના નિરાધાર વૃધ્ધ વ્યક્તિઓ
              3. ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ.
              4. જો પુખ્ત વયનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી, જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો લાભ મળી શકે.
              5. અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૬૮,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૪૭,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
              6. ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.
              • યોજનાના ફાયદા / સહાય: 
              • અરજદારની ઉમર ૬૦ વર્ષ કે તેથી વધુ  હોય તો માસિક રૂપિયા ૪૦૦/-
              • લાભાર્થીને સહાયની રકમ મનીઓર્ડરથી મોકલી આપવામાં આવે છે.
              • પ્રક્રિયા:    
                 તાલુકા મામલતદારશ્રીને નિયત નમૂનામાં અરજી કરવાની હોય છે.
              • અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા  
              • મહેસુલ વિભાગ હસ્તકના ૩૩ જિલ્લા કલેકટરશ્રી હેઠળના ૨૪૯ તાલુકાના મામલતદારશ્રીઓ.  
              • અપીલ અરજી અંગે:
                નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.
              • સહાય ક્યારે બંધ થાય:
                      1. ૨૧ વર્ષનો પુત્ર થતાં.
                      2.વાર્ષિક આવક વધુ થતાં.
              • અરજી ફોર્મ: 
                નિરાધાર વૃદ્ધ પેન્શન (રાજ્ય સરકાર) સહાય મેળવવાનું અરજીફોર્મ ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો...


                                                                    NEXT



              No comments: